જો બાઈડન અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદી તેમની સાથે મુલાકાત કરવાના છે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે વ્હાઈટ હાઉસમાં મોદી-બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઈડેન પહેલી વખત પીએમ મોદીની મિજબાની કરવાના છે. તો બીજી તરફ સાડા અગિયાર વાગ્યે ક્વાડ દેશોના પ્રમુખોની બેઠક છે. આ બેઠક પણ વ્હાઈટ હાઉસમાં જ આયોજિત થવાની છે. ક્વાડ દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન છે. ક્વાડ બેઠકમાં પાકિસ્તાન, ચીન અને તાલિબાન પર ગાળિયો કસાશે. વિશ્વના નકશા પર ચાર દેશો મળીને જે ચતુર્ભુજ બને છે તેને ‘ક્વાડ’ કહેવાય છે. આ દેશો વચ્ચે જ હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરનો તે ભાગ છે જ્યાં ચીન અતિક્રમણ કરવા ઈચ્છે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી અને ભારત અને અમેરિકાનો પ્રાકૃતિક સાજેદારી કરાર આપ્યો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્વિપક્ષીય સબંધ નવી ઊંચાઈ પર પહોંચશે.
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસીના રૂપમાં ભારત અને અમેરિકા નેચરલ પાર્ટનર છે. આપણા મૂલ્યોમાં સમાનતા છે. આપણું તાલમેલ અને સહયોગ પણ સતત વધતો જઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત કોવિડ-19ની બીજી લહેરની ચપેટમાં હતો, ત્યારે ભારતની મદદ માટે અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, કોવિડના સમયે અમેરિકાએ સાચા મિત્ર તરીકે મદદ કરી છે. સાથે જ કહ્યું કે એ સમયે અમેરિકાની સરકાર, કંપનીઓ અને ભારત સમુદાય તમામ સાથે મળીને ભારતની સહાયતા માટે એકસાથે થઈ ગયા.
વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે તમારી વિજય યાત્રા ઐતિહાસિક છે. ભારતના લોકો પણ ભારતની આવ ઐતિહાસિક વિજય યાત્રાનું સન્માન કરવા, સ્વાગત કરવા માંગે છે, તેથી હું તમને ભારત આવવાનું ખાસ આમંત્રણ આપું છું. કમલા હેરિસને પણ કહ્યું કે તમે વિશ્વના ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છો. બેઠક દરમિયાન, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો અને પરસ્પર અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા, કમલા હેરિસે ભારતમાં કોવિડ -19 કટોકટી દરમિયાન મોદી સાથે ફોન પર વાત કરી હતી.
Washington D.C. | PM Narendra Modi and US Vice-President Kamala Harris deliver a joint statement
India is a very important partner to the US, says US Vice-President Kamala Harris pic.twitter.com/AZaqdQUN2A
— ANI (@ANI) September 23, 2021
કમલા હેરિસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટન ડીસીમાં સ્વાગત કરવું મારા માટે ખૂબ ગૌરવની વાત છે. એમ પણ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આપણે બંને દેશો એકબીજાની પડખે ઉભા રહ્યા છીએ, બંને દેશોએ પોતાને વધુ સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ માન્યા છે. કમલા હેરિસે ભારતને અમેરિકાનો “ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર” ગણાવ્યો હતો. નવી દિલ્હીની જાહેરાતનું પણ સ્વાગત કર્યું, જેમાં ભારતે ટૂંક સમયમાં કોવિડ -19 રસીની નિકાસ ફરી શરૂ કરવાની વાત કરી છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
બંને નેતાઓની મુલાકાત બાદ ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આજે પ્રથમ વખત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રૂબરૂ મળ્યા હતા. તેઓએ તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસની ચર્ચા કરી. કોવિડ અને રસીકરણ તેમની ચર્ચાનો મુખ્ય ભાગ હતો. બંને દેશોએ ભવિષ્યમાં અવકાશ સહકાર, માહિતી ટેકનોલોજી, ઉભરતી અને નિર્ણાયક ટેકનોલોજી, આરોગ્ય ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની ચર્ચા કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.