વૃદ્ધાનો મૃતદેહ લેવા પરિવારે હાથ ઉંચા કરી દીધાં, બે દિવસથી PM રૂમમાં પડી રહ્યો છે…

ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધાનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. જોકે, પરિવારજનો ન આવતાં તેમનો મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. જો દસ દિવસમાં કોઇ નહી આવે તો નગરપાલિકાને મૃતદેહ સોંપી દેવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતુ.બીજી બાજુ પરિવારનો કોઈ સદસ્ય ફોન ઉપાડવા પણ તૈયાર નથી.

ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધ કમળાબેનને ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા બાદ તેમના દ્વારા તેમજ પાલનપુરના જન સેવા એજ પ્રભુ સેવાના નરેશભાઇ સોની, એન. પી. પ્લસ સંસ્થાના નરેશભાઇ સોની, પાલનપુર મફતપુરા વિસ્તારમાં રહેતા હિરાબેન અમરતભાઇ ગેલોતરે છેલ્લે સુધી માજીની સેવા કરી હતી. જોકે, શરીર અશકત થઇ ગયું હોવાથી બે દિવસ અગાઉ તેમનું મોત નિપજ્યું હતુ.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનિલભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, પોલીસ તેમજ અન્ય પ્રક્રિયા પુરી કરી છે. અમો પરીવારજનોના આવવાની રાહ જોઇ રહ્યા છીએ. સરકારી નિયમ મુજબ જો દસ દિવસમાં કોઇ નહી આવે તો માજીનો મૃતેદેહ નગરપાલિકાને સોંપી અંતિમ ક્રિયા કરવામાં આવશે.

https://www.youtube.com/watch?v=x2Lhae6MMFA

મોતનો મલાજો ન જાળવતાં પરિવારજનો ઉપર લોકોએ ફિટકારની લાગણી વરસાવી ;
ડીસાના વૃધ્ધાને ચાર દીકરા છે. આ ઉપરાંત છેલ્લે તેઓ તેમની બહેન સાથે રહેતા હતા.જેઓ કમળાબેનને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓ જાણે છે કે, કમળાબેનનું નિધન થઇ ગયું છે. તેમ છતાં મૃતદેહ લેવા ન આવી મોતનો મલાજો પણ જાળવતાં ન હોઇ તેમના ઉપર જિલ્લાવાસીઓ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.