“શાહીન” વાવાઝોડાનાં લીધે વલસાડનો જાણીતો બીચ બે દિવસ સુધી રહેશે બંધ..

રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં શાહીન સાઈકલોનની અસર વર્તવાનું શરુ થઈ ગયું છે. જેનાં કારણે કોસ્ટગાર્ડ સહિત હવામાન વિભાગ સતર્ક બન્યું છે. દરિયાકાંઠે રહેતાં લોકો માટે વારંવાર નવી સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી રહી છે.

માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. ત્યારે સુરતમાં ભારે વરસાદની આગાહીનાં ભાગરૂપે તમામ બીચ બંધ કરાયા છે. વલસાડનો તીથલ બીચને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વલસાડનો તીથલ બીચ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શાહીન વાવાઝોડાનાં ખતરાને જોતા તંત્ર કોઈ બાંધછોડ લેવા માંગતું નથી. જેનાં કારણે બે દિવસ તીથલ બીચ બંધ રહેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે હવામાન ખાતાની આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સાથે શાહીન વાવાઝોડાની અસરનાં કારણે ભારે પવન ફૂંકાવાનું શરુ થઈ ગયું છે.

https://www.youtube.com/watch?v=89-dkZh0v_g

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.