કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી જાહેર કરી છે કે ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ ઝડપથી નવા વેરિયન્ટ આવવાની સંભાવના છે જે ખતરનાક સાબિત થઈ શકે છે અને અગાઉ મળેલા કોવિડ વેરિયન્ટ્સની તુલનામાં ઓમિક્રોન ઓછો ઘાતક છે એવામાં મહામારી સમાપ્ત થવા અને જન જીવન ફરી સામાન્ય થાય એવી આશા ઊભી થઈ છે
જોકે WHOના સિનિયર ઈમર્જન્સી ઓફિસર નું કહેવું છે કે ઓમિક્રોનનું ઝડપી સંક્રમણ ગંભીર પરિણામો આપી શકે છે ઓમિક્રોન આ સમયે પણ ઘાતક છે એનાથી મોત પણ થઇ શકે છે મોતનો દર ડેલ્ટાથી થોડો ઓછો હોઈ શકે છે ભવિષ્યમાં નવા ખતરનાક વેરિયન્ટ આવી શકે છે યુરોપમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિતોના 100 કરોડથી વધુ કેસ નોંધાયા છે 2021ના છેલ્લા સપ્તાહમાં અહીં 50 લાખથી વધુ કેસ મળ્યા છે કોવિડ સંક્રમણનો વધતો ગ્રાફ ચિંતાજનક છે.
WHOના અધિકારીએ કહ્યું હતું કે આપણે ખૂબ જ ખતરનાક તબક્કામાં છીએ પશ્ચિમ યુરોપમાં સંક્રમણનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે એ કેટલું ઘાતક હશે એ વિશે કંઈ કહી શકાય નહીં જોકે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો છે તેમ છતાં સંક્રમિતોની સંખ્યાને લઈને સ્થિતિ ચિંતાજનક છે ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 2,000ને પાર કરી ગઈ છે
તો હાલમાં દેશમાં અત્યારસુધીમાં કુલ 2,220 ઓમિક્રોન સંક્રમિતોની પુષ્ટિ થઈ છે એ જ સમયે છેલ્લા 24 કલાકમાં 272 નવા કેસ નોંધાયા છે ઓમિક્રોનનું સંક્રમણ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત દેશનાં 24 રાજ્યમાં ફેલાયું છે મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટના સૌથી વધુ 653 કેસ નોંધાયા છે દિલ્હી 382 સંક્રમિત સાથે બીજા સ્થાને છે એ સિવાય કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં ઓમિક્રોનના મહત્તમ કેસ મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.