પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટનો આજે જન્મદિવસ છે. અભિનેત્રી આજે 50 વર્ષની થઈ ગઈ છે. પૂજા ભટ્ટ તેના પિતાની ખૂબ જ નજીક હતી, એટલી નજીક હતી કે તેના પિતા જ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. અને પૂજા ભટ્ટે પણ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તાજેતરમાં ‘બોમ્બે બેગમ્સ’ નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી.
બોલિવૂડના ફેમસ ફિલ્મમેકર મહેશ ભટ્ટ તેમની બોલ્ડ અને બિન્દાસ્ત લાઈફ માટે જાણીતા છે.અને મહેશ ભટ્ટ પોતાના અંગત જીવનને લઈને હંમેશા વિવાદોમાં રહે છે. મહેશ ભટ્ટની મોટી દીકરી પૂજા ભટ્ટે ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહીં’થી કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં અભિનયની સાથે સાથે પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની સાથે નિર્માણ અને નિર્દેશનમાં પણ કામ કરે છે. તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટ એક સમયે વિવાદોમાં સપડાઈ ગયા હતા જ્યારે તેમણે પોતાની જ દીકરી પૂજા ભટ્ટ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે દીકરીને લિપ ટુ લિપ કિસ કરીને સૌને ચોંકાવી દીધા હતા.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટે એક મેગેઝિનમાં ફોટોશૂટ કરાવ્યું ત્યારે તે વિવાદોમાં ઘેરાઈ ગયા હતા.અને મળતી માહિતી મુજબ, આ મેગેઝીનમાં મહેશ ભટ્ટે તેની પુત્રી પૂજા ભટ્ટ સાથે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે પુત્રી પૂજા ભટ્ટને લિપ ટુ લિપ કિસ કરી હતી અને આ ફોટો છપાતાની સાથે જ આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહીં, એક ઈન્ટરવ્યુ દરમિયાન મહેશ ભટ્ટે એમ પણ કહ્યું હતું કે પૂજા ભટ્ટની સુંદરતા જોઈને તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
મહેશ ભટ્ટના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો અને તેઓને રસ્તા પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી અને કહેવાય છે કે આ સમાચાર બાદ મહેશ ભટ્ટ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેમના માટે બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. આ પછી તેણે બધાની માફી માંગી. જે બાદ મામલો ક્યાંક શાંત પડ્યો હતો. આ પહેલીવાર નથી, આ પહેલા પણ મહેશ ભટ્ટ ઘણી વખત વિવાદોને આમંત્રણ આપી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.