સુરતમાં (SURAT) પરીણીતાનો ત્રાસ (PARONEETA TORTURE) આપવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સસરાએ (FATHER-IN-LAW) વહુ પર ઉકળતું પાણી (BOILING WATER) નાખ્યું હતું. જેથી વહુ ગંભીર રીતે દાઝી ગઈ હતી.
સારવાર માટે પીડિત વહુ સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જયાં સસરાની કરતૂત સામે આવી હતી. પરિણિતાએ જણાવ્યુ હતું કે , મારા લગ્નને ૨૨ વર્ષ થયા છે. પરંતુ આટલાં વર્ષો બાદ પણ મારા સાસુ સસરા મને ત્રાસ આપે છે. અઢી વર્ષ પહેલાં મેં મારા સાસરીનાં લોકો પર ધરેલું હિંસાનો કેસ કર્યો હતો. પોલીસને પણ બોલાવી હતી.
છતાં તેઓ મારા પર અત્યાચાર કરે છે. હું કોઈને મદદ માટે બોલાવું તો તેમને પણ મારી નાંખવાની ધમકી આપે છે આજનાં બનાવ વિશે મારી સાસુને મેં તેમના પર પાણી રેડયાની ફરિયાદ સસરાને કરી હતી. હું બાથરુમમાં નાહી રહી હતી ત્યારે મારા સસરા દોડી આવ્યાં હતા અને મને ઠંડા પાણીથી નવડાવી હતી. તેના બાદ મારા પર ઉકળતું પાણી ફેંક્યું હતું.
સસરાના પાણી નાંખવાની હરકત બાદ દાઝી ગયેલી પરિણીતા સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી. ધરેલું હિંસાનો ભોગ બનેલી પરિણીતાએ પોતાની આપવીતી જણાવી હતી. પીડિતાએ કહ્યું કે , જો મેં મારો ચહેરો બચાવ્યો ન હોત તો ઉકળતું પાણી મારા ચહેરા પર પડ્યું હોત. એક અઠવાડિયાથી મારા સાસુ સસરા મને સતત માર મારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.