ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નિમાન ગામડી ગામે ઓરસંગ નદીમાં મગર એક પુરુષને તાણી જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. નદી કાંઠે બેઠેલા પુત્રની નજર સામે જ મગર પિતાને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
નિમાન ગામડીમાં ખેત મંજુરી કરતાં સનાભાઈ માધાભાઈ વસાવા ઓરસંગ નદીમાં લાપતા છે. ચાંદોદની નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ,વડોદરાની ડિઝાસ્ટર રેસ્કયુઅર ટૂકડી સહિતની ટીમોએ શોધખોળ હાથ ધરી છે.
https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=6s
નદીમાંથી મગરને પકડવા પાંજરુ પણ ગોઠવવામાં આવ્યું છે. થોડા મહિના અગાઉ કિનારા પર આધેડનો શિકાર કર્યો હતો. માનવજાતને મગર શિકર બનાવતાં વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.