હત્યારા ફેનિલના પિતાએ કહ્યું તે મારો દિકરો છે પણ મારો સિક્કો ખોટો છે તેને ફાંસીની સજા આપો

પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો.તેમજ જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે.અને તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

હર્ષ સંઘવીએ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ રેન્જ IG રાજકુમાર પાંડિયન પણ હર્ષ સંઘવી સાથે જોડાયા હતા. અને દીકરીને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.અને ભોગ બનાનર પરિવાર સાથે મુલાકાત બાદ સંઘવીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગણતરીના દિવસોમાં ચાર્જશીટ માટે આદેશ અપાયો છે. દીકરીને ઝડપથી ન્યાય મળે તે રીતે કામગીરીનો આદેશ અપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.