ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી લગ્નનો એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે જેને જાણીને તમે પણ બે ઘડી વિચારતા થઇ જશો. ફિરોઝાબાદમાં એક સામુહિક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો.
ત્યાં એક યુવકે પોતાની જ કાકાની દીકરી એટલે કે તેની ચચેરી બહેન સાથે લગ્ન કરી લીધા. એટલે કે આ ભાઈએ પોતાની જ બહેન સાથે લગ્ન કરી લીધા.જયારે લગ્ન કરવાનું કારણ સામે આવ્યું તો તે કારણ જાણીને દરેક લોકો ખુબજ હેરાન થઇ ગયા.
લગ્નમાં મળી રહેલી ભેટ અને પૈસા માટે આ યુવકે પોતાની જ બહેન સાથે સમૂહ લગ્નમાં લગ્ન કરી લીધા. જયારે આ ઘટના સામે આવી ત્યારે પોલીસે આ ઘટનાની નોંધ લઈને તેની તાપસ હાથ ધરી છે.
ફિરોઝાબાદમાં ૫૧ દંપતીના સમૂહમાં લગ્ન કરવામાં આવ્યા હતા.સમૂહ લગ્નમાં નવ દંપતીને ઘણીં ભેટ અને કેટલાક પૈસા પણ આપવામાં આવે છે. પણ જયારે આ ૫૧ જોડા માંથી એક જોડાની ફોટો સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ તો ગામ લોકોને જાણવા મળ્યું.
બે બાળકોના પિતા મહેન્દ્ર સિંહએ પોતાની જ બહેન સાથે લગ્ન કરી લીધા હતા. એ પણ એટલા માટે જ કે તેને આ લગ્ન કરવાથી ભેટ અને સરકારી મદદ મળી રહી હતી.હવે લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે
પૈસા અને સમૂહ લગ્ન માં મળતી ભેટ લેવા માટે આ જુઠ્ઠા લગ્ન કરવાનું નાટક કરવામાં અવાયું હતું. હાલ આ ઘટનાની તાપસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ઘટનામાં જેટલા પણ દોષીઓ હશે તેમના પણ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.