વડોદરાનાં સૌથી વધુ સુંદર ગણાતો દાંડિયાબજાર બ્રિજ પર એક અકસ્માતની ઘટના બની છે. એકટિવા સવાર યુવતીને મળ્યું મોત .મળતી માહિતી મુજબ યુવતીનાં ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી .તેની બહેન નમ્રતા સોલંકીની તાજેતરમાં જ સગાઈ થઈ છે.
તે કરમસદથી આવેલાં પોતાનાં ફિયાન્સને મળવા ગઈ હતી. તેને મળીને પરત ફરતી વખતે આઈ -૨૦ કારનાં ચાલકે તેને અડફેટે લીધી હતી. તેને માથા પર ગંભીર ઈજાઓ આવી હતી.
યુવતીનાં ભાઈ એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાથ નોંધાવી. ત્યારે પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ગણતરી નાં કલાકોમાં અટકાયત કરી હતી.
પરિવારમાં નમ્રતા મોટી હતી. જેથી દીકરીનાં મોત બાદ પરિવાર ભાંગી પડ્યો હતો.
https://www.youtube.com/watch?v=94Dl3CXau2Y
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.