કાલાવડ (KALAVAD) રોડ ઉપર રાધા પાર્કમાં (RADHA PARK) રહેતા અને જમીન મકાન તેમજ ફિલ્મ નિર્માતા (FILMMAKER) રમેશભાઈ ધામેચાએ (RAMESH BHAI DHAMECHA) પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે , છ-સાત વર્ષથી પરિચયમાં આવેલી મૂળ ભોપાલની ઉર્વશી યાદવ (URVASHI YADAV) નામની યુવતીએ ગઈ કાલે ફોન કર્યો હતો.
તે ૫ થી ૬ વ્યક્તિઓ સાથે અમદાવાદ ફરવા આવવાની હોય તેમજ રાજકોટ આવવાના છીએ. તેથી રાજકોટમાં હોટેલની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. જેથી તેણે રજપુતપરામાં આવેલી સીટી ઈન હોટેલમાં રુમ બૂક કરાવ્યો હતો.
હોટેલમાં યુવતીને મળવા જતાં ત્યાં ઉર્વશી એકલી હોય મેં અન્ય વ્યક્તિઓ અંગે પૂછતા તે બધા ખરીદી કરવા ગયાં છે. ત્યારબાદ વાતો કરતા હતા. ત્યારે હોટેલના રૂમમાં આવેલ બાથરૂમમાં ગયો હતો અને તેણે પહેરેલાં રુદ્રાક્ષની માણસ સહિતના દાગીના તેમજ પીટીઓ તેમજ બે મોબાઇલ ટેબલ પર મુક્યા હોય બાથરૂમમાંથી બહાર આવતા સોનાના દાગીના અને બે મોબાઈલ જોવા મળેલ ન હોય અને ઉર્વશી પણ ન હોય રૂમ બહાર જ પોલીસને જાણ કરી હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ભોપાલથી યુવતી વોલ્વો બસ માં આવી હતી અને શુક્રવારે રાજકોટ થી અમદાવાદ જતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન માં નાસી છૂટયો હોવાની બાતમીના આધારે પોલીસે જાણ કરતાં સુરેન્દ્રનગર થાન પોલીસે રેલવે સ્ટેશને ધસી જઇ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.