નાણા મંત્રીએ કહ્યુ-જ્યાં સુધી રાહુલકાળ ચાલે છે ત્યાં સુધી કોંગ્રેસનો રાહુકાળ સમાપ્ત નહિ થાય..

રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અને કોંગ્રસના નેતાઓ પર જોરદાર હુમલા કર્યા હતા. જ્યારે નાણાં મંત્રી બજેટ પર જવાબ આપી રહ્યા હતા અને ત્યારે વિપક્ષી સાંસદોએ અમૃત કાળ પર કટાક્ષ કરતા કહ્યું કે એ અમૃત નહીં પરંતુ રાહુ કાળ છે. તેના પર પાલટવાર કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યાં સુધી રાહુલ કાળ રહેશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો રાહુ કાળ સમાપ્ત નહીં થાય. રાજ્યસભામાં જ્યારે નિર્મલા સીતારમણ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા એ દરમિયાન કોંગ્રેસના સાંસદોએ અમૃત કાળ પર ટિપ્પણી કરી દીધી હતી.

તેમનું કહેવું હતું કે આ અમૃત (સર્વશ્રેષ્ઠ સમય) નહીં રાહુ કાળ (ખરાબ સમય) છે. ત્યારબાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જવાબમાં કહ્યું કે જે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન નથી ત્યાં રાહુ કાળ છે જ્યાં તેઓ કહે છે કે મેં લડકી લડ શકતી હું..’ રાજસ્થાનની છોકરીઓ લડી શકતી નથી. ત્યાં રોજ કોઈને કોઈ કૌભાંડ થઈ રહ્યા છે. નિર્મલા સીતારમણે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) શાસન દરમિયાન મોટા કૌભાંડનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રાહુ કાળનો સામનો કરી રહી છે જેમના નેતા પાર્ટી છોડીને જઈ રહ્યા છે અને પાર્ટી 44 સીટ મેળવી શકી છે અને પોતાની પડતી હાલતથી બહાર નીકળી શકતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.