સ્ટેચ્યૂ ઓફ યુનિટી માં ‘સાહેબ’ ની ઇ-કાર નો પ્રથમ અકસ્માત નોંધાયો,જોજો ક્યાંક પ્રવાસી ને ના ઉડાવી દેતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસ સ્થિત ઇ-સિટીમાં ઇ-કારની અકસ્માત ની પ્રથમ ઘટના સામે આવી છે. જેમાં SOU ના ડેપ્યુટી કલેકટરની જ ઇ-કારનો અકસ્માત બન્યો હતો

SOU ડે. કલેકટરની ઇલેક્ટ્રિક કાર વીજ થાંભલા સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો.
સાહેબ ની કાર ને અકસ્માત થવાની આ ઘટના માં કારના આગળના ભાગે પણ નુકશાન થયું હતું.જોકે,ઘટના ને લઈ લોકો માં કૉમેન્ટ ઉઠી રહી છે કે જોજો ક્યાંક પ્રવાસી ને અડફેટે ચડાવી ન દેતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસે PM નરેન્દ્ર મોદીએ કેવડિયાને દેશની પ્રથમ ઇલેક્ટ્રોનિક વિહિકલ સિટી જાહેર કરી હતી. જે બાદ અહીં તમામ વાહનો બેટરી આધારિત દોડતા થઈ રહ્યાં છે અને સ્થાનિક મહિલાઓને તાલીમ આપી 55 ઇલેક્ટ્રીક-રીક્ષા પણ ચાલુ કરવામાં આવી છે અને સંપૂર્ણપણે ઇ-સીટી ઉભું કરી અહીં ઇલેક્ટ્ટીક વાહનો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં અકસ્માત ની પ્રથમ ઘટના પ્રકાશ માં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.