યુપીની ચૂંટણીની 125 ઉમેદવારોની પહેલી યાદી કરી રજૂ અને પ્રિયંકા ગાંધીએ પૂનમ પાંડેને આપી ટિકિટ..

કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પહેલી યાદી રજૂ કરી દીધી છે અને કોંગ્રેસે આ વખતે મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. મહિલાઓની ટિકિટમાં પૂનમ પાંડે અને સૌથી વધુ ચર્ચિત નામ ઉન્નાવ રેપ કાંડ કેસમાં પીડિતાની માતાનું નામ છે. પ્રિયંકા ગાંધીએ આશા સિંહને ટિકિટ આપતા કહ્યું કે તેઓ પોતાની લડાઇ લડી શકે એટલા માટે ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસની પહેલી યાદીને રજૂ કરાતં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે કોંગ્રેસ યુપી ચૂંટણી માટે પોતાની પહેલી યાદી રજૂ કરી છે. 125 લોકોની પહેલી યાદીમાં 50 મહિલાઓ છે. તેમણે કહ્યું કે અમારી યાદીમાં જે મહિલાઓ છે તેમાંથી કેટલાંક પત્રકાર છે.અને કેટલીક સંઘર્ષશીલ મહિલાઓ છે.તેમજ સામાજિક કાર્યકર્તા પણ છે. એવી પણ મહિલાઓ છે જેમણે ખૂબ અત્યાચાર ઝીલ્યા છે. પ્રિયંકા એ કહ્યું કે અમારી પહેલી યાદીમાં 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનોને ટિકિટ આપવામાં આવી છે.

પ્રિયંકા ગાંધી પર વિપક્ષની તરફથી ચૂંટણી પર્યટન પર યુપી આવવાનો આરોપ લાગતો રહ્યો છે અને તેના પર તેમણે કહ્યું કે મેં જે પ્રયાસ શરૂ કર્યા છે તે ચાલુ રાખીશું હું ચૂંટણી બાદ પણ યુપીમાં જ રહીશ. જો અમારી પાર્ટી કહે છે કે અમારી ભૂમિકા બીજે કયાંય પણ હોવી જોઇએ તો હું તે પણ કરીશ. પાર્ટીને મજબૂત કરવાનો અમારો પ્રયાસ ચાલુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.