અમદાવાદમાં 74 કરોડના ખર્ચે બનેલો ફૂટ ઓવરબ્રીજ જાણો આટલા દિવસમાં ખૂલ્લો મુકવામાં આવશે…

આગામી એક મહિના બાદ અમદાવાદમાં 74 કરોડના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોએ આજે ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. અને ત્યારે આગામી સમયમાં જલદી ખુલ્લો મૂકવા માટે કોર્પોરેશનના કર્મચારીઓ ઇચ્છી રહ્યા છે.

આજે સ્થળ નિરીક્ષણ તેમણે કર્યું હતું. 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સાબરમતીના બંને છેડે બનાવવામાં આવેલા 300 મીટર બ્રિજની લંબાઈ છે. 100 મીટર વચ્ચેનો સ્પાન બનાવવામાં આવ્યો છે જેના કારણે બ્રિજ પર બેસવા માટે આસાન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત આર.સી.સી. પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ માટે પણ બ્રિજ પર આ વ્યવસ્થા કરાઇ છે અને બ્રિજની વચ્ચે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા કરાઈ છે.

તેમજ ડાઈનેમિક લાઈટ ઉપરાંત ગ્રીનરી પણ જોવા મળશે. પતંગ આકારના સ્કલ્પચર પણ મૂકવામાં આવશે. આ સાથે ખાણી-પીણીના સ્ટોલ પણ ઊભા કરાશે. ફૂટ ઓવરબ્રિજ ૫૨ આરસીસીનું ફ્લોરિંગ છે તેમજ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ છે અને આ તમામ કામગીરીને લઈને નિરીક્ષણ આજે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વેકેશનની અંદર આ બ્રિજ જો ખુલ્લો મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ નજરાણું જોઈ તેમજ માણી શકે છે.અને જેથી આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.