અમદાવાદના પૂર્વ ધારાસભ્ય જેને ભાજપે સસ્પેન્ડ કરી દીધેલા એ પાછા ભાજપમાં જ જોડાશે.

અમદાવાદના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલના ભાજપમાં પ્રવેશ બાદ સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ પણ ભાજપમાં પ્રવેશ કરશે. વર્ષ 2017 પહેલા માંડલના પ્રાગજીભાઈ પટેલ અને કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતા. પણ વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ કપાઈ જતા પક્ષ સામે બળવો કરીને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા.અને બીજી બાજું પ્રાગજીભાઈ પટેલે વર્ષ 2017 દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી.

પણ વિરમગામ બેઠક પર પક્ષ પલટો કરી આવેલા.અને પછી તેજશ્રી પટેલને ટિકિટ આપવામાં આવી. જેથી પ્રાગજીભાઈ પટેલ નારાજ થયા હતા. પક્ષ વિરૂદ્ધમાં કામ કરતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.અને ભાજપે બંનેને પક્ષ વિરૂદ્ધ પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા પરંતુ, હવે બંનેની ફરીવાર ઘરવાપસી કરાઈ છે. જોકે, ચૂંટણી પહેલા પક્ષ પલટાની મૌસમ શરૂ થતી હોય છે. એવામાં હવે પૂર્વ ધારાસભ્યો સક્રિય થતા ઘરવાપસી કરીને ફરી ટિકિટની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

એવું રાજકીય લોબીના સુત્રો જણાવે છે. અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમાભાઈ રાઠોડ 2017માં ટિકીટ કપાતાં અપક્ષ ચૂંટણી લડતાં ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે.પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ ભાજપમાં જોડાશે. રાજકીય સુત્રો એવું પણ જણાવે છે કે, પ્રાગજીભાઈ પટેલે સી.આર. પાટીલ સાથે એક ખાસ મુલાકાત પણ કરી હતી.અને આ સિવાય સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી પણ અનેક લોકો ભાજપમાં જોડાઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.