છેતરપિંડીના કેસમાં આરોપીને જામીન મળતા ચાર અરજદારોએ ફિનાઇલ ગટગટાવ્યયું.

ગુજરાતની હાઇકોર્ટમાં અરજદારોએ આપઘાતનો પ્રયાસ કરતાં માહોલ ગરમ થઈ ગયો છે. આરોપીના જામીન મંજુર થતાં જ ચાર જેટલા અરજદારોએ કોર્ટ પરિષરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતી સહીતના ચાર લોકોના આપઘાતના પ્રયાસને પગલે કોર્ટ પરીસરમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે તરત ચારેય લોકોને નજીક આવેલી સોલા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો આપઘાતનો પ્રયાસ કરનારા ચાર લોકોમાં એક દંપતી પણ છે.

આ મામલે મળતી જાણકારી પ્રમાણે બનાવની વિગત એવી છે કે કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી એક દંપતી અને બે બીજા વ્યક્તિઓએ ધંધા માટે મોર્ગેજ લોન માટે અરજી કરી હતી, બેંકમાં લોન પાસ થઈ ગઈ પરંતુ ચારેયના ખાતામાં પૈસા જમા થયા ન હતા. બાદમાં આ ચારેય લોકોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની લોનના પૈસા બેંકના લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ ખાઈ ગયા છે. આ મામલે સુનાવણી ચાલી રહી હતી. જેમાં આરોપી તરફી આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખતાં નારાજ ફરિયાદીએ ફિનાઇલ પીય લીધું હતું. જો કે એમ્યુલન્સની મદદથી તમામને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કોર્ટમાં આત્મહત્યાના પ્રયાસ પછી પોલીસ દ્વારા પંચનામા સહિની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આપઘાતનો પ્રયત્ન કરનાર શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ (ઉં.વ.52 રહે. સી/504, કેશવ પ્રિય હોમ્સ નિકોલ, અમદાવાદ), જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ (ઉં.વ.50 રહે. સી/504, કેશવ પ્રીય હોમ્સ નિકોલ, અમદાવાદ), હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ (ઉં.વ.24 રહે. 1, ઉમિયાનગર ઘાટલોડિયા, અમદાવાદ), મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ (ઉં.વ.41 રહે. 443/2634, શુભલક્ષ્મીનગર સોસાયટી, જનતાનગર ચાંદખેડા, અમદાવાદ) માં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.