અમેરિકામાં કોરોના વાયરસની ચોથી લહેર, બાળકોમાં વધારી ચિંતા, જાણો કેમ વધી રહ્યાં છે કેસ..

અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ સાથે કોરોના કેસમાં ભારે માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે. અને બાળકો હવે વધુ ને વધુ તેનો શિકાર બની રહ્યા છે. કોરોનાની ચોથી લહેરને કારણે અમેરિકન હોસ્પિટલમાં બાળકોમાં કોરોના વાયરસ ની સંખ્યા માં ઘણી માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે.

નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડેટા વેરિએન્ટ ને કારણે આ કેસો વધી રહ્યા છે .ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ના કેટલાક વિસ્તારોમાં ઓછું રસીકરણની ને કારણે આ કેસો વધી રહ્યા છે. ઓછી રસીકરણ વિસ્તારોમાં બાળકો કોરોના થી વધુ સંક્રમિત થઈ રહ્યા છે.

ડોક્ટરે વધુમાં કહ્યુ કે સત્ય એ છે કે, ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હજુ સુધી રસીકરણ કરવામાં આવ્યું નથી. ક એવા કેટલાક વિસ્તારો છે જ્યાં ખૂબ જ ઓછું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમનાં કેટલાક વિસ્તારોમાં હજુ ૫૦% થી ઓછું યુવાનો છે જેમને રસી આપવામાં આવી છે.

ફલોરિડાએ સતત ૦૮ દિવસ સુધી બાળકોને હોસ્પિટલમાં દાખલ રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કેસો એવા સમયે વધી રહ્યાં છે, જયારે ફલોરિડા અને ટેક્સાસમાં આ મહિનાથી શાળાઓ શરુ થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.