સરકાર અને જનતાએ બેદરકારી રાખી તો હજી કોરોનાના કેસ વધશે. જેમાં રથયાત્રા પહેલા જ કેસો વધતા નિષ્ણાંત તબીબોએ સરકારને અપીલ કરી છે. તેમજ AMCના જોઈન્ટ સેકેટરીનું નિવેદન છે અને રથયાત્રા જેવા અનેક તહેવારોમાં લોક મેળાવડા કોરોનાના કેસ વધારી શકે છે.
જેમાં કોવિડ ગાઇડલાઈન ફરજિયાત પાલન કરાવવા તબીબોની સરકારને અપીલ છે તથા રાજ્યમાં કોરોનાના કેસો વધતા તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. બેદરકાર બનતી જનતાએ સાવચેતી રાખવી જરૂરી છે. તથા અમદાવાદમાં કોરોનાના પશ્ચિમ વિસ્તરાઓમાં કેસો વધ્યા છે અને તેમાં રાજ્યમાં નવા 244 કેસ પૈકી સૌથી વધુ 120 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 38, વડોદરામાં 34, રાજકોટમાં 10 કેસ, તો ભાવનગર-વલસાડમાં 6-6 કેસ સામે આવ્યા છે. જ્યારે જામનગર, સુરેન્દ્રનગરમાં 4-4, આણંદ, મહેસાણા, નવસારીમાં 3-3 કેસ તેમજ ખેડા અને કચ્છ જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 131 સંક્રમિત દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,15,323 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે અને નવા નોંધાતા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે રિકવરી રેટ ઘટીને 99 ટકા પર પહોંચી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.