જુનાગઢ નજીકની કોલેજમાં અભ્યાસ કરતી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થીની ત્રણ દિવસ પહેલા હસનાપુર ડેમમાં પડી ગઈ હતી આજે સવારે આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીને જે યુવક સાથે પ્રેમ હતો તે યુવકની સગાઈ અન્ય કોઈ યુવતી સાથે થઈ ગયા ની બાબતનું લાગી આવતાં તેણે ડેમમાં લાવી લીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું
News Detail
જુનાગઢ નજીકના ઝાંઝરડામાં રહેતી જાનવી હિતેશભાઈ મહેતા નામની યુવતી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની અને તેની બહેનપણી સાથે ત્રણ દિવસ પહેલા હસનાપુર ડેમ ખાતે ગઈ હતી અને તેની બહેનપણી પાછળ હતી ત્યારે જાનવીએ હસનાપુર ડેમમાં ઝંપલાવી લીધું હતું. બાદમાં હેબતાઈ ગયેલી તેની બહેનપણીએ તેના માતા-પિતા અને અન્યને જાણ કરી હતી બાદમાં પોલીસ અને જુનાગઢ ફાયર વિભાગ શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન આજે ત્રીજા દિવસે સવારે આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તાલુકા પીએસઆઇ એસએ ગઢવીએ જણાવ્યું હતું કે જાનવીબેન ને જેની સાથે પ્રેમ હતો તે યુવકની અન્ય સગાઈ થઈ ગઈ હતી આ બાબતનું લાગી આવતા તેણીએ ડેમમાં ઝંપલાવી લીધું હતું. ફાયર વિભાગના જણાવ્યા મુજબ મૃતદેહ જે સ્થળેથી મળી આવ્યો તે સ્થળે મગરના પણ વસવાટ છે પરંતુ મૃતદેહ ને કોઈ નુકસાન થયું ન હતું. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી આ મામલે પોલીસે મૃતદેહના પીએમ રિપોર્ટ પછી આગળની કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.