પૂલ (POOL) અથવા નદી (RIVER) પાસે લોકો ફરવા જાય તો તે મોટા ભાગે પગ લટકાવીને (HANGING LEGS) બેઠા હોય છે. કેટલીય વાર એવું થાય છે કે , આ દરમિયાન કોઈ મુશ્કેલી (TROUBLE) પણ આવી પડે છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જયાં એક છોકરી (GIRL) પાણીમાં પગ લટકાવીને બેઠી હતી.
ત્યારે એક માછલીએ તેના પગ પર હુમલો કરી દીધો હતો.જયારે તેણે પોતાનો પગ બહાર કાઢ્યો તો , તેનો એક અંગૂઠો ગાયબ હતો. હકિકતમાં આ ધટના આર્જેન્ટિનાનાં સૈન્ટા ફીની જગ્યાની છે. એક રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર અહીં આવેલાં પરાના નદીના કિનારે એક તેર વર્ષની બાળકી પોતાનાં પરિવાર સાથે બેઠી હતી.
તેને નદીમાં પગ નાખી તડકાનો આનંદ માણી રહી હતી. ત્યારે એક મોટી પિરાનાં માછલી આવી અને બાળકીનાં પગ પર હુમલો કરી દીધો.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બાળકીએ જ્યારે પગ બહાર કાઢ્યો તો, તેનો એક અંગૂઠો ગાયબ હતો. આ ખતરનાક માછલીએ બાળકીના અંગૂઠાને કાપી નાખ્યો અને તેને પગથી અલગ કરી નાખ્યો.
બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. જે લોકોએ આ ઘટના જોઈ તેમણે જણાવ્યુ કે, અહીં લોકો નદીમાં ન્હાવા આવે છે. જો તે તાત્કાલિક ડુબકી લગાવીને નિકળી જાય તો, તેમના જીવને ખતરો રહેતો નથી, પણ વધારે સમય સુધી પાણીમાં રહે છે તો માછલી તેના પર હુમલો કરી દે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.