રાજ્યભરના પોલીસ બેડામાં ભારે ચકચારી બનેલા પોલીસ અધિકારી દ્વારા મહિલાના શારીરિક શોષણના મામલામાં ભોગ બનેલી મહિલાના જણાવ્યા પ્રમાણે ન્યાયની લડતમાં મદદની માંગ કરી હતી. પ્રેમ સંબંધના પરિણામ રૂપે તેને એક પુત્રી છે. એવો દાવો મહિલાએ કરી ડીજીપી સમક્ષ કરેલી ફરિયાદમાં શારીરિક શોષણ થયું હોવાનુ જણાવી પુત્રી અને પોલીસ અધિકારીના ડીએનએ મેચ કરાવવાની માંગ કરી છે. હાલમાં વડોદરા ખાતે પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારી અમદાવાદમાં 2004માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે બંને વચ્ચે પ્રેમ સબંધની શરૂઆત થઈ હોવાનું મહિલાએ જણાવ્યું છે.
કાકાને ત્યાં જમવા આવેલા પીએસઆઈને હું ગમી જતા મને કાકાની દીકરી દ્વારા ફ્રેન્ડ શિપની ઓફર કરી હતી અને જેના જવાબમા મેં એમ કીધું હતું કે તમે સમજો છો એવી હું નથી. મહત્વની વાત તો એ છે કે એ સમયે પોલીસ અધિકારી અને હું બન્ને પરિણીત હતા.પરંતુ હું ઉત્તર ગુજરાતના એવા વિસ્તારમાંથી આવું છું જ્યાં નાનપણમાં જ લગ્ન થઈ જાય છે. મારા પતિને હું પસંદ ન હતી એટલે એ મારાથી દુર જ રહેતા હતા. માત્ર બોલચાલનો અને એક ઘરમાં રહેવાનો નામ પૂરતો જ સંબંધ હતો. જ્યારે પોલીસ અધિકારીના પત્ની પણ અમદાવાદથી દુર એક ગામમાં સરકારી નોકરી કરતા હોવાથી એ ત્યાં એકલા રહેતા હતા અને પોલીસ અધિકારી અહીં અમદાવાદમાં એકલા રહેતા હતા.
કાકાની દીકરીના મોબાઈલ ફોન ઉપર વારંવાર ફોન ઉપર વાત થયા પછી હું પણ પોલીસ અધિકારી તરફ આકર્ષાઇ હતી અને ફ્રેન્ડશિપનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. અમારા સંબંધોની શરૂઆત થઈ હતી.જેમાં સરકારે આપેલા આવાસમાં અમારી મુલાકાતો શરૂ થઈ હતી અને એકલા રેહતા હોવાથી હું રોજ એમના ઘરે જઈને પોલીસ અધિકારીના કપડા ધોવાથી માંડી બધું જ કામ કરતી હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધોની શરૂઆત થઈ હતી અને મારા પતિને પણ આ સંબંધોની જાણ હતી. પરંતુ પતિને મારી જોડે કોઈ સંબંધ રાખવા જ નહીં હોવાથી અજાણ હોય એવું વર્તન કરતા હતા. દરમિયાન પોલીસ અધિકારીની બદલી અમદાવાદ નજીકના એક તાલુકા મથક પર થઈ ત્યાં પણ એમને મળેલા પોલીસ ક્વાર્ટરમાં હું અઠવાડિયામાં 2થી 3 વાર જતી હતી અને અમે પતિ પત્નીની જેમ જ રહેતા હતા. તેમણે મને કહ્યું હતું કે, તું મને સાચો પ્રેમ કરતી હોય તો મારું એક બાળક આપ.
બાદમાં પોલીસ અધિકારીનું પ્રમોશન થયું હતું અને પી આઇ બન્યા હતા, ત્યાંથી બીજા તાલુકા કક્ષાના ઉત્તર ગુજરાતના ગામે બદલી થઈ હતી. ત્યાં પણ હું જતી હતી. વચ્ચે વચ્ચે પોલીસ અધિકારી એમની પત્નીને મળવા પણ જતા હતા પણ અમારો સંબંધ ચાલતો હતો. પીઆઇ તરીકે પોલીસ અધિકારીની બદલી અમદાવાદ થતા જ તેમણે મારાથી દુર રહેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. એ જે પોલીસ મથકમાં પી આઇ હતા એ વિસ્તારની એક બુટલેગર યુવતી સાથે એમનું ચકકર શરૂ થયું હતું. એની મને જાણ થતાં છોકરીની ઉંમરની યુવતી સાથે લફરું કરતા શરમ નથી આવતી એવું કહીંને એમને રોકવાનો પ્રયત્ન કરતી હતી અને મેં તેમના ઘરમાંથી 10થી 12 મહિલાઓને પકડી હતી. બૂટલેગર યુવતી પોલીસ મથકમાં આવી જવાનો ઉપર પીઆઇની પત્નીની જેમ ઓર્ડર કરતી હતી.
પોલીસ અધિકારીને વશમાં કરી લીધા બાદ નવી પ્રેમિકાને અમારા જૂના સંબધો હોવાની જાણ થતાં એ મારી પાછળ પડી હતી. પરંતુ એ પહેલા હું એ પોલીસ અધિકારી થકી એક પુત્રીની માં બની ચૂકી હતી અને એની જાણ થયા બાદ યુવતી મારી ઘરે ગુંડાઓ લઈને આવી પહોંચી હતી, તોડફોડ કરી મારી ઉપર હુમલો કર્યો હતો. બાદમાં એણે મારી ઉપર ખોટી ફરિયાદ કરી હતી અને પોલીસે મારી ફરિયાદ લીધી ન હતી. પોલીસ અધિકારીનું ફરી ડીવાયએસપીનું પ્રમોશન આવતાં જ એમની બદલી વડોદરા થઈ હતી. એમની નવી પ્રેમિકાની કરતૂતો અને ફરિયાદ અંગે વાત કરતા એમણે મને સમજાવવા વડોદરા સર્કિટ હાઉસ ખાતે બોલાવી હતી. જ્યાં પણ એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા
બીજી વાર મને સર્કિટ હાઉસ સામેની હોટલમાં લઈ ગયા હતા.અને નવી પ્રેમિકાને છોડી મારી સામેની ખોટી ફરિયાદો રદ કરાવવા મેં જીદ ચાલુ રાખતાં એમણે મને મોબાઈલ ફોન અને વોટ્સ એપમાં બ્લોક કરી દીધી હતી. બીજાના ફોનથી ફોન કરું તો ધમકાવતા હતા એટલે ના છૂટકે મારે એમની સામે ડીજીપીને ફરિયાદ કરવી પડી છે અને અમારા સંબંધોના પુરાવા એવી પુત્રી અને પોલીસ અધિકારીના ડીએનએ ટેસ્ટ કરવાની માંગ ઉપરાંત મારા શારીરિક શોષણ બદલ પોલીસ અધિકારી સામે પગલાં લેવા માંગ કરી છે.
પોલીસ અધિકારી દ્વારા શારીરિક શોષણ અંગેની ડીજીપીને ફરિયાદ કરનાર મહિલા સાથેની વાતચીતની અગાઉ 4 ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.પીડિતાએ બુધવારે પોલીસ અધિકારીની તેની સાથે થયેલી વાતચીતની 100 જેટલી ઓડિયો ક્લિપ આપી હતી. આ ક્લિપમાં અધિકારીના પરિવાર, અન્ય પ્રેમિકાનો ઉલ્લેખ થયેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.