સરકારી સમિતિનાં વૈજ્ઞાનિકની ચેતવણી આપી કે, આ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમાએ હશે..

કોવિડ 19 સંબંધિત એક સરકારી સમિતિનાં વૈજ્ઞાનિકે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે, સુત્ર મોડેલ કે ગાણિતીક અનુમાનમાં સામેલ મનિંદ્ર અગ્રવાલ કોવિડ 19 કેસનાં મોડલિંગ અંગેની એક સરકારી સમિતિનાં સભ્ય છે, તેમણે જણાવ્યું કે જો કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરવામાં નહીં આવે તો ત્રીજી લહેર ફેલાઇ શકે છે. તેમના અનુમાનમાં ત્રણ પરિદ્રશ્ય છે, આશાવાદી, મધ્યવર્તી અને નિરાશાવાદી.

તેમના અનુમાન મુજબ કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે તેની ચરમસીમા પર પહોંચી શકે છે, જો કે બીજી લહેર કરતા દૈનિક કેસો અડધા જ જોવા મળી શકે છે, તેમણે કહ્યું કે જો કોરોના વાયરસનો કોઇ નવો વેરિયેન્ટ ઉત્પન્ન થાય તો ત્રીજી લહેર ફેલાઇ શકે છે.

https://www.youtube.com/watch?v=FX7RffNQPmc

“અમે ત્રણ પરિદૃશ્યો બનાવ્યાં છે. એક આશાવાદી છે. આમાં, અમે માની લઈએ છીએ જો કોઇ નવો મ્યુટેન્ટ ન આવે તો, ઓગસ્ટ સુધીમાં જનજીવન સામાન્ય થઈ જશે, બીજું ‘મધ્યવર્તી છે. આમાં અમે માનીએ છીએ કે રસીકરણ આશાવાદી દૃશ્ય ધારણાઓ કરતા 20 ટકા ઓછું અસરકારક રહે છે તો.

જ્યારે ત્રીજું પરિદ્રશ્ય ભયાનક છે તે મુજબ 25 ટકાથી વધુ સંક્રામક મ્યુટેન્ટ ફેલાય છે, તો ત્રીજી લહેર આવી શકે છે, વૈજ્ઞાનિકે કહ્યું કે ‘નિરાશાવાદી દૃશ્યની સ્થિતિમાં, ત્રીજી લહેર દેશમાં કેસ વધીને 1,50,000 થી 2,00,000 થઇ શકે છે. જો કે તેમણે તે પણ જણાવ્યું કે જેટલું ઝડપથી રસીકરણ અભિયાન આગળ વધશે, ત્રીજી અને ચોથી લહેરની આશંકા ઓછી થઇ જશે.

https://www.facebook.com/AsmitaNews/videos/344206533892091

આઇઆઇટી-હૈદરાબાદના વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગર, જે કોવિડ કેસો અંગેના આ મોડેલિંગમાં પણ સામેલ છે, તેમણે જણાવ્યું કે ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘટી શકે છે. તેમણે બ્રિટનનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં જાન્યુઆરીમાં 60,000 થી વધુ કેસ નોંધાયા હતા, જેમાં દૈનિક મૃત્યુની સંખ્યા 1,200 હતી. જો કે, ચોથી લહેર દરમિયાન, તે સંખ્યા ઘટીને 21,000 થઈ અને મોત ફક્ત 14 થયાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.