સરકારે આ લાયસન્સ ધરવતા લોકો ને આપ્યો આંચકો! 2 વર્ષના માગ્યા કોલ-ઈન્ટરનેટ રેકોર્ડ

ટેલિકોમ્યુનિકેશન વિભાગે ) તાજેતરમાં જ તેના યુનીફાઈડ લાયસન્સ કરારમાં કેટલાક ફેરફારો કર્યા છે કે, જે વપરાશકર્તાઓ માટે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ નવા નિયમો હેઠળ, વિભાગે ટેલિકોમ અને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ અને ટેલિકોમ લાયસન્સ ધરાવતા અન્ય તમામ લોકોને તેમના તમામ વપરાશકર્તાઓના બે વર્ષના ઇન્ટરનેટ અને કોલ રેકોર્ડ જાળવવા આદેશ આપ્યો છે. ચાલો જાણીએ આ નિર્ણય પાછળનું શુ. છે કારણ ?

એજન્સીના રિપોર્ટ મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે તાજેતરમાં જ એક નવું નોટિફીકેશન બહાર પાડ્યુ છે કે હવેથી, ટેલિકોમ કંપનીઓ અને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ તેમના તમામ વપરાશકર્તાઓનો બે વર્ષનો કોલ રેકોર્ડ, એક્સચેન્જ ડિટેલ રેકોર્ડ અને આઈપી એડ્રેસ રેકોર્ડ સંગ્રહ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ યુઝર્સના રેકોર્ડ સાચવવામાં આવતા હતા, પરંતુ તેની અવધિ માત્ર એક વર્ષ માટેની હતી.

બે વર્ષ પૂર્ણ થયા પછી, જ્યારે કંપનીઓ ડેટા ડિલીટ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેમણે આ કરતાં પહેલા ટેલિકોમ્યુનિકેશન વિભાગે નિર્દેશ જાહેર કરીને જાણ કરવી પડશે. આ રીતે, જો વિભાગને હજુ પણ કોઈ ડેટાની જરૂર પડશે, તો તે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવશે નહીં તો સૂચના જાહેર થયાના તારીખથી 45 દિવસની અંદર આ ડેટાને કાઢી નાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ નિર્ણયની સીધી અસર યુઝર્સ પર નહીં પડે, પરંતુ સરકારના આ નિર્ણયથી ચાલી રહેલી તપાસ અને ઓનલાઈન છેતરપિંડી જેવા મામલાઓને ઉકેલવામાં થોડી સરળતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.