ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. ગુજરાત સરકારે વધુ એક યુ – ટનઁ લીધો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાનાં શિક્ષકોને ૮ કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે.
તમને જણાવી દઈએ કે હજુ મંગળવારે જ શિક્ષણમંત્રીએ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. ૨૪ કલાકમાં જ શિક્ષણમંત્રીએ પીછેહેડ કરવી પડી.
https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=19s
આ નિર્ણયના પગલે રાજયનાં શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું ત્યાં સુધી કહેવું છે કે, તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોએ સજ્જતા સવઁક્ષણના નામે લેવાનારી શિક્ષકોની પરીક્ષાનો વિરોધ કરીને તેનો બહિષ્કાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.