યૂક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે તેલ-ગેસનો પુરવઠો ખોરવાવાની સંભાવના જોઈને તે દિશામાં પણ કામ કરી રહી છે. સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ઊર્જાના ઉપયોગમાં આવનારા ફેરફારો અને જનતાની જરૂરિયાતોને ધ્યાને રાખીને ભારત તમામ પ્રબંધ કરશે. ભારત આ સંદર્ભમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં પણ પ્રયાસશીલ રહેશે. સરકારે જણાવ્યું છે કે આ તમામ સ્થિતિ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સ્થિર કિંમતે મળે તે માટે પ્રયાસ કરશે. અને ભારત વ્યૂહાત્મક રિઝર્વ ભંડારોમાંથી વધારાના તેલ-ગેસના દોહનની દિશામાં પણ પગલાં લેશે
ઉલ્લેખનીય છે કે યૂક્રેન સંકટને કારણે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ચૂકી છે. એક સમયે તો કિંમતોએ પ્રતિ બેરલ 105 ડોલરની સપાટી આંબી લીધી હતી. પરંતુ અમેરિકા અને યુરોપીય સંઘે કેટલાક પગલાં લીધા પછી તે કિંમતોમાં ઘટાડો થયો હતો. જોકે ભારતમાં કેટલાક મહિનાથી ક્રૂડ તેલના ભાવો પેટ્રોલ-ડીઝલની કિંમતોને પ્રભાવિત નથી કરી શકયા.અને કિંમતો સતત સ્થિર રખાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી મોસમમાં તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથી કરી રહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.