મહારાષ્ટ્રના ગૃહ વિભાગે કોવિડ કાળમાં લોકડાઉન ઉલ્લંઘન સાથે જોડાયેલા તમામ કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.અને ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે જણાવ્યું હતું કે, ગૃહવિભાગે આ નિર્ણય લીધો છે, હવે આ અઠવાડીયામાં કેબિનેટમાં રજૂ કરવામાં આવશે અને જેવી મંજૂરી મળી જશે કે તુરંત કેસો પાછા લેવાના શરૂ થઈ જશે.
કોરોના વાયરસની મહામારી પર લગામ લગાવવા માટે સરકારે દેશભરમાં લોકડાઉન લાગૂ કર્યા હતા. લોકડાઉનના કડક અમલવારી માટે સરકારે આકરાં પ્રતિબંધો પણ લગાવ્યા હતા અને તેનું ઉલ્લંઘન કરનારા પર કેસ પણ કરવામાં આવ્યા હતા. હવે લોકડાઉન ઉલ્લંઘન સાથે જોડાયેલા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અને જેનાથી લોકોને રાહત મળશે. જેના વિરુધ્ધ કોરોના નિયમો તોડવાના આરોપ લાગ્યા હતા.
મહારાષ્ટ્ર ગૃહવિભાગના આ નિર્ણય લોકો માટે કોઈ રાહતથી જરાંયે ઉતરતું નથી. જેમણે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. પરિણામ સ્વરૂપ તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, સરકારના આ નિર્ણયથી લાખો લોકોને રાહત મળવાની છે.અને હવે ઘણા બધા લોકો કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર કાપવાથી બચી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.