નળપાણીની ઘોડી નજીક ધક્કામૂકી થતા લીલી પરિક્રમા બે કલાક અટકાવવી પડી

જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં પરિક્રમા મોટી સંખ્યા માં યાત્રિકો એકત્ર થઈ જતા નળ પાણીની ઘોડી નજીક ધક્કા મૂકી થતાં પરિક્રમા બે કલાક અટકાવવી પડી હતી યાત્રિકોની ભીડ વધવાને કારણે ભારે ધક્કા મૂકી સર્જાઈ હતી સાંકડા રસ્તા ઉપર સેકડો યાત્રિકો એકત્ર થઈ જતા આગળથી આવતા યાત્રિકોને અટકાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો અનેક યાત્રિકોને જીણાબાવાની મઢી પાસે આવેલા વોચ ટાવર નજીક રોકી દેવાયા હતા

News Detail

જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રિકો એકત્ર થઈ જતા નળપાણીની ઘોડી નજીક સાંકડા રસ્તા ઉપર ભારે ધક્કામૂકી સર્જાતા વહીવટી તંત્ર એ તાત્કાલિક બે કલાક માટે પરિક્રમાથીઓને જે તે સ્થળે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. જેમાં ખાસ કરીને ઝીણા બાવાની મઢી પહેલા વોચ ટાવર નજીક વાયરલેસ મેસેજ મારફતે પોલીસ અને વનતંત્રને એલર્ટ કરીને યાત્રિકોને સલામતીના કારણોસર ત્યાંજ અટકાવી  દેવામાં આવ્યા હતા. લીલી પરિક્રમા ના રૂટ પર લાખો યાત્રિકો પરિક્રમા કરી રહ્યા છે કાલે બપોરના બે વાગ્યા આસપાસ માળવેલા પછી નળ પાણીની ઘોડી નજીક ખૂબ જ કપડું ચઢાણ હોય અને જોખમી રસ્તો હોય ત્યાં રાત્રીકોની ભીડ વધવાને કારણે ભારે ધક્કા મૂકી સર્જાઈ હતી જેના કારણે હાજર પોલીસ અને તંત્રના હોશ કોસ ઉડી ગયા હતા.ત્યારે તાત્કાલિક ભીડ પર કાબુ મેળવવા માટે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. જેમાં આગળથી આવતા યાત્રિકોને અટકાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો યાત્રીકોની સલામતીને ધ્યાને લઈ કડક બંદોબસ્ત ગોઠવી અને આગળ વધતા યાત્રિકોને રોક્યા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.