દેશ : થોડા સમય પહેલાં દેશનાં વડાપ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ હેક (Twitter account hacked) થયું હતું. હવે દેશનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું (Ministry of Information and Broadcasting) ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. હેકર્સે ELON MUSK નામ કરીને માછલીની તસવીર મૂકી છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ટ્વિટ પણ કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા છે અથવા હેકિંગ સંબંધિત લિંક પર ક્લિક કરવામાં આવી છે. આ એકાઉન્ટ હેન્ડલ કરનાર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. હાલમાં, CERT એટલે કે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ આની તપાસ કરી રહી છે. શક્ય તેટલી વહેલી તકે એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.