અમદાવાદ ના વસ્ત્રાલ આરટીઓ નાં હેડ કલાર્કે ડ્યુટી પર રહીને 1.83 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાની બાબતો સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.અને વસ્ત્રાલ આરટીઓ ના વાર્ષિક ઓડિટ માં એ બાબતો સામે આવી કે છેલ્લા 4 વર્ષથી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે.તપાસ થતા સિનિયર હેડ કેશિયર એમ એન પ્રજાપતિ એ રજીસ્ટ્રેશન ટેક્સ, માસિક ટેક્સ, વાહન ટેક્સ સહિતની ફીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગોબાચારી આચારી હોવાની બાબત સામે આવી છે.
વસ્ત્રાલ RTO કચેરી ખાતે વાહનોના રજીસ્ટ્રેશન ટેક્સ, ટ્રાન્સપોર્ટ વાહનોના 6 માસિક, વાર્ષિક ટેક્સ વગેરે પ્રકારના ટેક્સની રકમ અને સરકારી ફીનું ઉઘરાણું કરવાનું હોય છે. જે બાદ જમાં લીધેલા નાણાની પાવતીઓ આપી જે રકમ જમાં થઈ હોય તે રકમ દરરોજ સાંજે સરકારમાં ચલણથી જમા કરાવવાના હોવાથી આ નાણા SBI જમા કરાવવાના થતાં હોય છે. પણ જેતે પૂરતી રકમ જમાં ન કરાવતા તેમાંથી 20 થી 25% રકમ આરોપી હેડ ક્લાર્ક એમ. એન. પ્રજાપતિ ચાઉ કરી જતો હતો. સતત આવકમાં થઈ રહેલા ઘટાડા પર ઉપરી અધિકારીઑનું ધ્યાન ગયું હતું. અધિકારીઓએ વસ્ત્રાલ RTOમાં ચેકિંગ હાથ ઘર્યુ હતું અને જેમાં સરકારી તિજોરીમાં જમા કરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે ટુકડે-ટુકડે રૂ. 94.14 લાખ સરકારી તિજોરીમાં વળતાં જમા કરાવ્યા પણ બાકીના રૂ. 89 લાખ જમા ન કરાવતા તેની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.