રાજ્યમાં ફરી વર્તાશે ગરમીનો પ્રકોપ,આગામી 2 દિવસ વધી શકે છે ગરમી..

આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે અને તેમાં 19 અને 20 મે દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે અને જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી છે. તેમજ 21 અને 22 મે દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેશે અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીમાંથી આંશિક રાહત મળ્યા ફરી એકવાર ગરમીનો અહેસાસ થયો છે. આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પ[આરો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસુ એન્ટ્રી મારી આપી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં શરૂ થઇ શકે છે.15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યાં મુજબ ગઈ કાલે એટલે કે 16મીએ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. ત્યાંથી કેરળ તરફ એટલે કે કેરળમાં જે સામાન્ય રીતે ચોમાસું બેસવાની તારીખ છે પહેલી જૂન તે આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. નિર્ધારિત સમય કરતા ચોમાસું 5 દિવસ વહેલું બેસી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.