બૉલીવુડ એક્ટર સંજય કપૂર ની પત્ની મહીપ કપૂરના કોરોના પૉઝિટીવ આવ્યા બાદ હવે તેની દીકરી શનાયા કપૂર ને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, અને તેની જાણકારી એક્ટ્રેસે ખુદ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરની પાર્ટીમાં ગયા હતા તે લોકો ધીમે ધીમે કોરોના પૉઝિટીવ થઇ રહ્યાં છે, તેમાં માહીપ કપૂર પણ સામેલ હતી.
શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખુદને કૉવિડ પૉઝિટીવની જાણકારી આપી છે. અને તેને લખ્યું- આજે મારો કૉવિડ 19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, મને માઇલ્ડ સિસ્ટમ છે, અને હું સારુ અનુભવી રહી છું. મે ખુદને ઘરમાં આઇસૉલેટ કરી લીધી છે.
ચાર દિવસ પહેલા મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બીજીવાર ટેસ્ટ કરાવવા પર આ પૉઝિટીવ નીકળ્યો હતો. જેથી હું મારા ડૉક્ટર્સ અને હેલ્થ પ્રૉફેશનલ્સ માટે તમામ પ્રૉટોકૉલને ફોલો કરી રહી છું. જો તમારામાંથી કોઇ મારા કૉન્ટેક્ટમાં આવ્યા હોય તો પ્લીઝ તમારો ટેસ્ટ કરાવી લેજો, તમામ લોકો સુરક્ષિત રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.