ભારતમાં કિઆની કિઆ કૈરેન્સ કારે ધમાલ મચાવી દીધી છે અને આ ગાડીને લઇને નવુ અપડેટ સામે આવ્યુ છે. કિઆ કૈરેન્સ કાર ભારતમાં લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર થઇ ગઇ છે, પરંતુ આ પહેલા કંપની માટે સ્પેશ્યલ સમાચાર સામે આવ્યા છે, તે છે કિઆ કૈરેન્સ કારને પહેલા જ દિવસે જબરદસ્ત બુકિંગ મળ્યુ છે. કિઆ કૈરેન્સ માટેનુ બુકિંગ એક દિવસ પહેલા જ શરૂ થયુ છે, અને બુકિંગની રકમ માત્ર 25000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી પરંતુ ભારતીયોમાં કિઆ કૈરેન્સનો મોટો ક્રેઝ જોવા મળ્યો છે, પહેલા દિવસે 7738 બુકિંગ નોંધાઇ છે.
આને કિઆ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ અને કિઆ ઇન્ડિયાના કોઇપણ ડીલરશીપ પાસેથી 25,000 રૂપિયાની રકમથી બુકિંગ કરી શકાય છે. કિઆએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કિઆ કૈરેન્સ ભારતમાં અને ગ્લૉબલી રજૂ કરી હતી, કૈરેન્સ ભારતમાં ચોથી કાર છે.
કિઆ કૈરેન્સમાં HVAC કન્ટ્રૉલ માટે ટૉગલ સ્વિચની સાતે એક નવી ટચ આધારિત પેનલ અને એબિયન્ટ લાઇટ અંડરલાઇટનિંગ પણ મળે છે અને સેન્ટર કન્સૉલ નાનુ છે અને આમાં સીટ વેન્ટિલેશન, ડ્રાઇવ મૉડ વગેરે માટે એડિશનલ કન્ટ્રૉલ છે. Carens 6- અને 7- સીટ કૉન્ફિગરેશન બન્નેમાં ઉપલબ્ધ હશે.
ફિચર્સની વાત કરીએ તો કિઆ કૈરેન્સ Apple CarPlay, Android Auto અને Kia ના UVO કનેક્ટની સાથે 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એક જ જેવુ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ, એક આઠ સ્પીકર બૉસ સાઉન્ડ સિસ્ટમ, 64-કલર એબિયન્ટ લાઇટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, કપ હૉલ્ડર્સની સાથે સીટ બેક ટેબલ, બીજી રૉ માટે ઇલેક્ટ્રિકલી પાવર્ડ વન ટચ ટમ્બલ ડાઉન ફિચર, સિંગલ પેન સનરૂફવાળુ છે. સેફ્ટી ઓન બોર્ડમાં સ્ટાન્ડર્ડ છ એરબેગ અને ABS અને ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, તમામ ચાર પૈડા પર ડિસ્ક બ્રેક, TPMS અને રિયર પાર્કિંગ સેન્સર જેવા બીજા કેટલાક ફિચર્સ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.