બંગાળની ખાડીમાંથી ઉછળેલું આ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે.અને બંગાળની ખાડી અને આંદામાન ઉપરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આગામી 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેની ઝડપ 75 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે.હવામાન વિભાગ આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ પર પડી શકે છે.
ચક્રવાતી તોફાનના ખતરાને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.અને હવામાન વિભાગ (IMD) દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.અને અહીં, ઓડિશા સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
3 મેના રોજ જ હવામાન વિભાગે માહિતી આપી હતી કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 6 મેની આસપાસના વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને આગામી 120 કલાક દરમિયાન મોટું ચક્રવાત થવાની સંભાવના છે.અને 4 મે માટે માછીમારોને આપેલી ચેતવણીમાં હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ભારે પવનની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2021માં ભારતમાં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે. ચક્રવાત જવાદ ડિસેમ્બર 2021માં આવ્યો હતો અને જ્યારે ચક્રવાત ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યો હતો. આ સિવાય ચક્રવાત યાસે મે 2021માં દસ્તક આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.