અમદાવાદ શહેરનાં પૂવઁ વિસ્તારનાં ઠક્કરનગરમાં રહેતી ૨૩ વષીઁય યુવતીનાં લગ્ન સાત મહિના પહેલાં થયા હતાં. જો કે, લગ્નના એક મહિના પછી પતિ અવારનવાર ત્રાસ આપતો હતો. એક દિવસ “તુ મને ગમતી નથી” તેમ કહીને પતિએ ગભઁવતી પત્નીને ફટકારી પણ હતી.
તેમનાં લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૧માં વિશાર સાથે થયાં હતાં. લગ્નના એક મહિના પછી અચાનક વિશાલે રાધિકા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. બાદમાં રાધિકાએ વિશાલને પૂછયું કે, તમે મારી સાથે કેમ નથી બોલતા. જેથી વિશાલે પત્નીને કહ્યું કે, તું મને હવે ગમતી નથી જેથી હું તારી સાથે બોલતો નથી .તેમ કહીને ઝધડો કર્યા હતો.
બૂમાબૂમ થતાં આસપાસનાં લોકો ભેગા થઈ ગયાં હતાં. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.