બંગાળ ની પ્રખ્યાત અભિનેત્રી શ્રાવંતી ચેટજીઁ પોતાની પસઁનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સિલ્વર સ્ક્રીન પર પરિવાર સાથે મજબૂત બોર્ડિંગ અને સંબંધોની નિભાવનારી શ્રાવંતિ ચેટરજી તમામ લોકોને પ્રભાવિત કરે છે.શ્રાવંતી ચેટજીઁ ત્રીજા પતિ સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે.૩૪ વર્ષની શ્રાવંતી ચેટજીઁએ વર્ષ ૧૯૯૭માં બંગાળી ફિલ્મ “માર બેન્ડમ”થી ડેબ્યું કર્યુ હતું.
શ્રાવંતી ચેટર્જીએ ૧૬ સપ્ટેમ્બરના રોજ કોલકત્તાના અલીપુર કોર્ટમાં પોતાની અરજી કરી છે. એક્ટ્રેસ રોશન સિંહને ૨૦૧૮ માં કોલકત્તાના એક પબમાં મળી હતી અને ૨૦૧૯ માં તેણે લગ્ન કર્યા હતા. તેના પ્રથમ લગ્ન ફિલ્મ નિર્માતા રાજીવ કુમાર વિશ્વાસ સાથે કર્યા હતા. તેણે વર્ષ ૨૦૧૬ માં 13 વર્ષના લગ્ન તોડી નાખ્યા હતા. બાદમાં એક્ટ્રેસે ૨૦૧૬ માં મોડલ કૃષ્ણ વ્રજ સાથે લગ્ન કર્યા અને ૨૦૧૭ માં ડિવોર્સ લીધા હતા. હવે તે ત્રીજા પતિ રોશન સિંહ સાથે ડિવોર્સ લેવા અરજી કરી છે.
હવે ડિવોર્સની લડાઇ વચ્ચે એક્ટ્રેસના ત્રીજા પતિ રોશને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે અરજીમાં કહ્યું કે ડિવોર્સની અરજી દાખલ કરી તેને ૧૨ દિવસ થઇ ચૂક્યા છે અને તેને હજુ સુધી નોટિસ મળી નથી. એક રોશન સિંહે કહ્યું કે તેઓ અલગ થયા ત્યારથી તેને બદનામ કરવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસ પોતાના મિત્રને કહી રહી છે કે તે જાડો હોવાના કારણે સેક્સ કરવામાં અસમર્થ છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
રોશને જણાવ્યું કે શ્રાવંતી તેના મિત્રોને કહે છે કે તેના પતિનું વજન વધારે હોવાને કારણે તેની સાથે સેક્સ કરી શકતો નથી. આવી વાતોથી તેની બદનામી થાય છે. જોકે વાત આટલી જ નથી. શ્રાવંતી ચેટર્જી તેના મિત્રોને રોશન વિશે કહે છે કે તેણે અભિનેત્રી પાસેથી ૧ કરોડ રૂપિયા લીધા છે. રોશને આરોપ લગાવ્યો કે શ્રાવંતીએ તેની એક્સ ગર્લફ્રેન્ડને ફોન કરે છે અને તેના વિશે ફરિયાદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.