ગુજરાત માં હવે વિદ્યાર્થીઓ મોટાપાયે કોરોના સંક્રમણ નો ભોગ બની રહયા છે અને ત્યારે સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 39 વિદ્યાર્થીઓ કોરોનાસંક્રમિત આવતા વિદ્યાર્થીઓ ના વાલીઓ માં ભારે ટેંશન છવાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટીમાં અગાઉ 82 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા 14 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા કોલેજ ના હોસ્ટેલમાં રહેતાં 300 વિધાર્થી પૈકી 170 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરાવામાં આવતાં વધુ 25 વિધાર્થીઓ કોરોના પોઝીટિવ આવતા સમગ્ર કોલેજમાં વિદ્યાર્થીઓ માં ભારે ચિંતા પ્રસરી હતી અને વાલીઓ ને જાણ થતાં તેઓ માં ભારે દોડધામ જોવા મળી હતી.કોલેજના 14 અને હોસ્ટેલના 25 વિધાર્થીઓ મળીને કુલ 39 વિધાર્થીઓ કોરોના સંક્રમિત આવતા ભારે ચિંતા ફેલાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.