સુરતમાં સોશિયલ મીડિયા ઉપર સ્ટન્ટ વીડિયો બનાવતા કિશોરે ગળે ફાંસો ખાવાની ઘટના સામે આવી છે, ધોરણ 8માં કરતો હતો અભ્યાસ

આજકાલ સોશિયલ મીડિયા એ લોકો ના જીવન નું અભિન્ન ભાગ બની ગયું હોય એવું લાગે છે. આજકલ બાળકો થી લઈને યુવાન સુધી બધા સોશિયલ મીડિયા નો બેફામ ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા ની જીવન માં પોઝિટિવ અસર પણ છે અને નેગેટિવ અસર પણ છે. તેમાં પણ યુવાનો સોશિયલ મીડિયામાં ખ્યાતિ મેળવવા કઈ પણ કરી રહ્યા છે.

આને જાણીયે છીએ કે આજકાલ સોશિયલ મીડિયા ઉપર કંઇક હટકે કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઘણા લોકો એવા એવા કર્તવ બતાવતા હોય છે જેના કારણે તેમને એમ લાગે છે કે તે ફેમસ બની જશે. ખાસ કરીને યુવાનો જીવન જોખમે પણ સ્ટન્ટ કરતા હોય છે. સુરતમાં આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 13 વર્ષના કિશોરનો દેહ ગળે ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.

અમને મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સરથાણા વિસ્તાર માં રહેતો અને સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના મીતનો ફાંસો ખાધેલી હાલતમાં દેહ તેના, ઘરની જ બાલ્કનીમાંથી મળી હતી. વાત પરથી એમ જાણવા મળ્યું છે કે મીત સતત મોબાઇલ પર વીડિયો બનાવતો હોવાથી તેની માતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો.

મીત ની ઉમર માત્ર 13 વર્ષ ની જ હતી. મૂળ અમરેલીના અશ્વિન વીરડિયા પોતાના પરિવાર સાથે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. તેમને સંતાનમાં દીકરી હની અને નાનો દીકરો મીત છે. 13 વર્ષનો મીત ધોરણ 8 માં ભણતો હતો. મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો. સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. એટલા માટે તે પોતાના સ્ટંટ કરવાના, ડાન્સ કરવાના, ગીત ગાવાના વીડિયો અવારનવાર શેર કરતો હતો.ઘરની બાલ્કની મીતની ફેવરીટ જગ્યા હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો.પરંતુ ગઇકાલે અચાનક તેના ઘરની બાલ્કનીમાંથી તેનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તેણે ગળે – ફાંસો ખાધો હતો. જોકે, મીતે જાતે ફાંસો ખાધો કે પછી દુપટ્ટો ગળામાં ભેરવાયો તે હજી સામે આવ્યું નથી. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધો લેવાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું છે.

13 વર્ષ ની ઉંમરના મીતને વીડિયો બનાવવાનો ખુબ જ શોખ હતો એક વર્ષમાં જ તેને 500 જેટલા વીડિયો બનાવી લીધા છે. પરંતુ સતત મોબાઇલ સાથે રહેવું મીતની માતાને પસંદ નહોતું જેના કારણે તેને મોબાઈલ લઇ લીધો હતો. મીતે શા કારણે એવું કર્યું કરી તે હજુ સામે નથી આવ્યું.મિત્રો સોશિયલ મીડિયા ની સારી અને ખરાબ બંને અસરો થાય છે. એમાં પણ નાની ઉમર ના બાળકો પર તેની સીધી આડ અસર થાય છે.એટલા માટે માતા પિતા ની જવાબદારી છે કે તમે તમારા બાળક ને કેટલા સમય માટે મોબાઈલ નો ઉપયોગ કરવા માટે આપો છો. તેમજ એની આડઅસર બાળકો ના અભ્યાસ પાર પણ પડી શકે છે. તો આજ થી જાગૃત વાલી તરીકે તમારું બાળક મોબાઈલ પર કઈ કઈ એક્ટિવિટી કરે છે એ જવાબદારી લેવાનો નિર્ણય કરીએ . આ પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે અને સમાજ માં જાગૃતિ આવે એટલા માટે શેર કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.