ભરૂચમાં બની પતંગ દોરીથી ગળું કપાવાની ઘટના.!

રાજ્યમાં ઉતરાયણ તહેવારો નજીક આવતા જ સપ્તાહ પૂર્વથી પતંગ રસિયાઓ પતંગ ઉડાવતા શરુ થઇ જાય છે. તો રાહદારીઓ અને વાહન ચાલકો પણ વધુ સતર્ક બને છે. કેટલાક સંજોગોમાં નાગરિક સતર્કતા ચુકી જાય તો અકસ્માતની ઘટના ઘટે છે અને આવી જ ઘટના ભરૂચમાં બની છે. ભરૂચના ભોલાવ બ્રીજ પર બાળકી સાથે પસાર થઇ રહેલી મહિલાના ગાળામાં દોરી ભરાઈ જતા ગંભીર ઈજાઓ પહોચી હતી અને જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો

રાજ્યમાં મકર સંક્રાંતિ આવતા જ ચાઇનીઝ દોરીનું વેચાણ ચોરી છૂપે શરુ થઇ જાય છે પરંતુ જો કે રાજ્યમાં સતાવાર રીતે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ છે. અને આવા સંજોગોમાં નાના શહેર હોય કે મહાનગર, વાહન ચાલકોએ પોતાના વાહનોમાં સુરક્ષા ગાર્ડ લગાવવું આવશ્યક બની જાય છે. સંભવત; ભરૂચમાં ઘટેલી ઘટનામાં આવું સુરક્ષા ગાર્ડ નહિ હોય,આ વચ્ચે નાગરીકો અત્યારથી જ સતર્કતા કેળવે તો,આવી આકસ્મિક ઘટનાઓ નિવારી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.