હાલ ઉત્તરપ્રદેશ રાજ્યમાં ભાજપની સરકાર ફરી એકવાર બહુમતી ચૂંટાઇ છે લોકોના મત અનુસાર યુપીમાં છેલ્લા વર્ષ દરમિયાન સુધરેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિના પગલે લોકોએ ભાજપના ફરી સત્તા બેસાડ્યા છે તમામ માફિય રાજ ગુંડા રાજ સામે બાબા બુલડોઝર ફરી વળ્યુ છે.તો ઉત્તરપ્રદેશની કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે પ્રયાગરાજના ગંગાપાર વિસ્તારમાં સામૂહિક હત્યાકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યા એક જ પરિવારના 5 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે ઘટના જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો મળતી માહિતી અનુસાર ઘટના થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામનો છે. હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. માહિતી બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
16 એપ્રિલે પણ પ્રયાગરાજ જિલ્લાના ગંગાપર નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખગલપુર ગામમાં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારના વડા રાહુલનો મૃતદેહ સાડીના ફાંફાથી લટકતો મળી આવ્યો હતો જેને લઇ સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાહુલ સિવાય પરિવારના અન્ય ચાર સભ્યો રાહુલની પત્ની અને ત્રણ પુત્રીઓ તેમના ગળા પર તીક્ષ્ણ હથિયાર સાથે મળી આવ્યા હતા.
સામૂહિક હત્યામાં રાજકુમાર યાદવ પુત્ર રામ અવતાર ઉમર (55 વર્ષ), કુસુમ પત્ની રાજકુમાર ઉંમર (50 વર્ષ,) મનીષા રાજકુમાર (ઉંમર 25 વર્ષ,) સવિતા પત્ની સુનીલ (ઉંમર 30 વર્ષ) અને મીનાક્ષીની પુત્રી સુનીલ ઉંમર 2 વર્ષની હત્યા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.