ઇંગ્લેન્ડના પ્રવાસ પર થનારી T20 અને વન-ડે મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ થયા બાદ એકમાત્ર ટેસ્ટથી બહાર થનારો રોહિત શર્મા બંને જ સીરિઝમાં કેપ્ટન્સી કરતો નજરે પડશે. મોટી વાત એ છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં વિરાટ કોહલી, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐય્યર નહીં રમે અને તેમને આરામ આપવામાં આવ્યો છે.
ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી બર્મિઘમમાં ટેસ્ટ મેચ રમાશે. આ મેચ 5 દિવસ સુધી ચાલશે, જે 5 જુલાઈએ સમાપ્ત થશે. તેના એક દિવસ બાદ એટલે કે 7 જુલાઇના રોજ T20 મેચોની પહેલી મેચ રમાશે. એવામાં વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બૂમરાહ અને શ્રેયસ ઐય્યર 5 દિવસ ટેસ્ટ રમીને થાકેલા હશે. આ કારણે તેમને આરામ આપવામાં આવ્યો છે અને પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટિવ થવાના કારણે જસપ્રીત બૂમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે રિષભ પંતને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, હર્દિક પંડ્યા, વેંકટેશ ઐય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.નો સમાવેશ
વનડે મેચની સિરીઝની ટિમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ, શિખર ધવન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.