ભારતીય ક્રિકેટર અને IPL 2022માં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે 2.45 કરોડ રૂપિયા (એક્સ શો રૂમ)ની કિંમત ધરાવતી એક નવી મર્સિડીઝ-એએમજી જી 63 4 મૈટિક એસયૂવી ખરીદી છે. શ્રેયસ ઐય્યરની એસયૂવીની ડિલીવરી લેવાની તસવીર મુંબઇની મર્સિડીઝ-બેન્જ લેન્ડમાર્ક કાર્સ દ્વારા શેર કરવામાં આવી છે અને તેની જર્મન કાર નિર્માતા સાથે ડીલરશિપ છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી કેટલાક ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર અને કોલકાતા નાઇટ રાઇડર્સના મહત્વના ખેલાડી આંદ્રે રસેલે બેટ અને બોલ વડે સૌને પ્રભાવિત કર્યા હતા અને ફેન્સને મનોરંજન પૂરુ પાડ્યુ હતુ. આ સિવાય રિંકુ સિંહે પણ પોતાની બેટિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા અને એક સમયે રિંકુ સિંહની બેટિંગે કોલકાતાને પ્લે ઓફમાં પહોચવાની તક પણ વધારી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.