થોડા જ દિવસો અગાઉ યુક્રેનમાં તામિલનાડુનો રહેવાસી એક ભારતીય વિદ્યાર્થી ચર્ચા આવ્યો હતો. આર. સૈનિકેશ નામના આ વિદ્યાર્થીએ ખારકીવમાં રશિયા તરફથી ગોળીબારી જોતા યુક્રેની સેનામાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. અને હવે આ વિદ્યાર્થીનું દિલ તૂટી ગયું છે અને તે ભારત આવવાની રાહ જોઈ રહ્યો છે. અને તેના પિતાએ કોયમ્બતૂરથી કહ્યું છે કે તેનો દીકરો હવે પાછો ફરવા માગે છે. સૈનિકેશ ખારકીવમાં નેશનલ સ્પેસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. આ વર્ષે તેનો અભ્યાસ પૂરો થવાનો હતો.
ફેબ્રુઆરીમાં સૈનિકેશ જોર્જિયન નેશનલ લીજિએનમાં સામેલ થયો હતો જે યુક્રેનની પેરામિલિટ્રી યુનિટ છે. સૈનિકેશ ભારતીય સેનામાં સામેલ થવા માગતો હતો પરંતુ બે વખત સેનાની પરીક્ષામાં તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે.અને તામિલનાડુના કોયમ્બતૂરના રહેવાસી 52 વર્ષીય તેના પિતા રવિચંદ્રને એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે ભારત સરકારના અધિકારી તેના સંપર્કમાં છે અને સૈનિકેશને શોધવાનો ભરોસો આપ્યો છે.
તેમને કહ્યું કે ભારત સરકારના અધિકારીઓએ મને વાયદો કર્યો છે કે તેઓ સૈનિકેશની જાણકારી મેળવશે અને ત્યાંથી તેને લાવશે. તેણે જણાવ્યું કે ત્રણ દિવસ અગાઉ પુત્ર સૈનિકેશ સાથે ફોન પર વાતચીત થઈ છે અને હવે તે ભારત પાછો આવવા માટે તૈયાર છે.અને અધિકારીઓએ જણાવ્યું કે તે કોઈ પણ સમયે સૈનિકેશ સાથે સંપર્ક કરી શકે છે. અમને આશા છે કે મારા પુત્રને ખારકીવામાંથી કાઢી લાવશે. મીડિયા રિપોર્ટનો તેના પર કોઈ અસર નહીં પડે.
જોકે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે રવિચંદ્રન પોતાના પુત્ર સાથે વાત કરી રહ્યો હતો તો સૈનિકેશે ભારત વાપસીને લઈને સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. જ્યારે યુક્રેનમાં યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે તેણે ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કર્યો નહોતો એટલે યુદ્ધ ક્ષેત્રમાં તેની જાણકારી મેળવવી સરળ નથી. તામિલનાડુના કોયમ્બતૂરનો રહેવાસી આ વિદ્યાર્થી વર્ષ 2018મા યુક્રેન ગયો હતો.અને 21 વર્ષીય સૈનિકેશ ખારકીવમાં નેશનલ એરોસ્પેસ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.