ટીમ ઈન્ડિયાની એક એવી જ જૂની મિત્રતા આજે ઈંગ્લેન્ડ સામે મુસીબત ઊભી કરી શકે છે અને ઈંગ્લેન્ડને માત આપવા માટે બંને એક સાથે મેદાનમાં ઉતરી શકે છે અને હો એવું સાચે થયું તો ભારતીય ક્રિકેટની એ યારી એક સાથે જોવા મળશે જેને આજથી પહેલા ઘણી ઉપલબ્ધીઓને તેના નામે કરી લીધી છે અને જેમના નામ પર વનડે ક્રિકેટમાં અર્ધશતક અને શતક ઘણી વધુ છે. જો એ બંનેની મિત્રતા મેદાન પર એક સાથે આવી ગઈ તો સમજી લેજો વિરોધી ટીમનો ખેલ ખતમ.
ભારત માટે 111 મેચ આ બંને સાથે રમી ચૂક્યા છે અને હવે 112મી મેચમાં આ બંને સાથે દેખાશે. અમે વાત કરીએ છીએ રોહિત શર્મા અને શિખર ધવનની. આ બંને એ એક સાથે મેદાનમાં ઉતરીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને આજના વનડેમાં ફરી એક વખત એમની પાસે આ મોકો છે અને આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં મેચ રમવામાં આવશે અને આજના મેચને જીતવાવાળી ટીમ માટે જીત માટેનો રસ્તો ઘણો સહેલો થઈ જશે.
રોહિત શર્મા અને શિખર ધવનની જોડી વર્ષ 2013 થી 2022 વચ્ચે ભારત માટે કુલ 111 વનડે મેચ રમી ચૂકી છે. આ બંનેની જોડી 45.4 રન રેટ સાથે 4994 રન બનાવ્યા છે અને જેમાં 15 અર્ધ સદી અને 17 સદીની સાજેદારી કરી છે. એ બંને વચ્ચે સૌથી મોટી પાર્ટનરશીપ 210 રનની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.