કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ગુજરાતમાં પણ લઘુમતી મંત્રાલય હોવું જોઈએ અને લઘુમતીઓની વસ્તી પ્રમાણે બજેટ પણ વધવું જોઈએ.અને ગુજરાત વિધાનસભામાં મોબ લિંચિંગ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યે ધર્મ પરિવર્તનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, છેલ્લાં 2 વર્ષમાં વધુ મુસ્લિમ છોકરીઓએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે અને હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. અને કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, આવી સામાજિક ઘટનાઓને લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. બે દિવસ પહેલા એક મુસ્લિમ યુવક મણિનગરમાં એક હિંદુ મહિલા મિત્ર સાથે હતો. તેને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું કે, બંને પરિવાર નજીકના છે અને આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પિતાના આ નિવેદન છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અમે છેલ્લાં ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ન્યૂઝ ચેનલો પણ હિંદુ-મુસ્લિમ ચર્ચાઓથી ભરેલી છે. અને છેલ્લા બે વર્ષમાં લગ્ન માટે ધર્મ પરિવર્તન કરનાર હિંદુ બહેનો કરતાં વધુ મુસ્લિમ દીકરીઓએ હિંદુ ધર્મ અપનાવ્યો છે અને લગ્ન કર્યા છે. ગયા વખતે મેં મંત્રીને આવા 100 ઉદાહરણ આપ્યા હતા. આ ગંભીર બાબત છે કે, આવા મુદ્દાઓને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાત સરકાર પર લઘુમતીઓની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. શેખે કહ્યું, ગયા વર્ષે રૂ. 7,161 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને તેમાંથી રૂ. 2,200 લાખનો ખર્ચ થયો ન હતો. આ વર્ષે સરકારે 8,058 લાખ રૂપિયા ફાળવ્યા છે. લઘુમતી વસ્તીને ધ્યાનમાં લેતાં આ ઘણું ઓછું છે. કોંગ્રેસના ધારાસભ્યે ગુજરાતમાં લઘુમતી મંત્રાલયની પણ માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.