ચાલુ ટ્રેને બેસવા જતાં રત્નકલાકારનાં બને પગ કપાયા, તસવીર જોઈને દિલ હચમચી જશે..

કોસાડ ભરથાણાનો રત્નકલાકાર નાઈટ ડયુટી પૂરી કરી ધરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત વડોદરા મેમુ ટ્રેન ઉપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારનાં બંને પગ કપાઈ ગયાં હતાં.

બનાવ અંગે જાણ થતાં આરપીએફે રત્નકલાકારને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. ભરથાણા ખાતે રહેતાં દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નાકલાકાર તરીકે કામ કરે છે.

જો કે પગ લપસી જતાં તેઓ ટ્રેન નીચે આવી જતાં બંને પગ કપાય ગયા હતાં. ટ્રેન પગ પરથી પસાર થઈ જતાં યુવક ત્યાં કણસતી હાલતમાં પડયો હોવા અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક ૧૦૮ને બોલવી રત્નકલાકારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.