ખુલ્લેઆમ બ્રા બતાવવા પર ઉડી બિગબોસ ની આ કંટેસ્ટેંટની મજાક, જાણો શુ છે આવી બ્રાની કિંમત

જે જેકેટને પહેરીને આ અભિનેત્રીએ બ્રા ફ્લોન્ટ કરી હતી, તેની કિંમત જાણીને આંખે અંધારા આવી જશે

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

ઉર્ફી એરપોર્ટ પર પિંક બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને આ સાથે તેણે જેકેટ કેરી કર્યુ હતુ. ઉર્ફીએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અને જેમાં તે બ્રાલેટ પર તેનુ ડેનિમ જેકેટ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઉર્ફીએ આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, અત્યાર સુધીનો મારો સૌથી પોપ્યુલર આઉટફિટ. આગળ સ્વાઇપ કરો અને જાણો કે મેં આ કેમ પહેર્યો હતો.

ઉર્ફીએ આ સાથે ડિઝાઇનરને પણ ટેગ કર્યા છે. ડિઝાઇનરે જેકેટની કિંમત માત્ર 2300 રૂપિયા જણાવી હતી. મિડલ ક્લાસ માણસ પણ આ જેકેટને આરામથી અફોર્ડ કરી શકે છે. પોતાના આ ડેનિમ જેકેટ સાથે ઉર્ફી જાવેદે મેચિંગ જીન્સ કેરી કર્યુ હતુ. વાળને ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ કર્યો હતો.

તેને ટ્રોલ કરતાં સોશિયલ મીડિયા યુઝર્સે જાવેદ અખ્તરને પણ ઘેરી લીધા છે. ઈન્ટરેનેટ પર લોકો જાવેદ અખ્તરને ઉર્ફી જાવેદના દાદા કહી રહ્યા છે. જોકે, બધાને ખબર જ છે કે આ સમાચાર અસલી નથી. પણ તેમ છતાં કેટલાક લોકો તેને અતિશયોક્તિથી વધારી ચઢાવીને વાયરલ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ફની કહેવાય કારણકે લોકો મને જાવેદ અખ્તર સાથે જોડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.