બૂટલેગરના પ્રસંગમાં ‘ખાખી મહેમાન’ ત્રાટક્યા,

હજુ કતારગામ ના સિંગણપોર પોલિસ સ્ટેશન નાં પીઆઇનો વિવાદ સમેટયો નથી ત્યાં બુટલેગરનો વિડીયો વાયરલ થાઈ છે.

ફરી એકવાર એક સ્વરૂચી ભોજનના પ્રસંગોનો વીડિયો વાયરલ થયો છે. જોકે, પહેલો પ્રસંગ પોલીસનો હતો હવે બૂટલેગરનો (Bootlegger) પ્રસંગ છે. સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક નામચીન બૂટલેગરના લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇ઼ડલાઇન કરતાં વધુ મહેમાનો એકઠા થયા હતા. જોકે, સ્થાનિકોએ વીડિયો વાયરલ (Viral Video) કરતાં આખરે ફરજિયાતપણે ‘ખાખી’ મહેમાન ત્રાટક્યા હતા. જોકે, આ પ્રસંગમાં સુરતની પાંડેસરા પોલીસને ફરજિયાતપણે ત્રાટકવું પડ્યુ હતું.

એક તરફ રાત્રિ કર્ફ્યૂના નિયમોથી છટકવા માટે લોકો શહેરથી દૂર ગામડામાં પ્રસંગ કરતા હોય છે ત્યારે પાંડેસરાના નામચીન બૂટલેગર કે જેના પર કથીત રીતે પોલીસના જ એક ‘ખાસ માણસ’નો હાથ છે તેના પ્રસંગમાં વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કૂંડી ગામે જ્યાં આ જમણવાર થઈ રહ્યો હતો ત્યાં પોલીસ ત્રાટકી હતી. પહેલા પોલીસની પોતાના જ પ્રસંગમાં વિવાદ થયો જ્યારે આ વખતે નિશાને બૂટલેગર હતો.

આ પ્રસંગમાં 10 વ્યક્તિની અટકાયત કરી સાથે સાથે બૂટલેગર સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે અહીંયા પ્રશ્ન એ છે કે સામાન્ય માણસને લગ્ન કરવા હોય તો પોર્ટલ પર જઈને પરવાનગી લેવી પડે, કંકોતરીઓ પુરાવા તરીકે આપવી પડે ત્યારે એક બૂટલેગરની ‘માંગલિક મહેફિલ’માં પોલીસને છેક સુધી માહિતી ન મળે તે વાત પણ લોકોને આશ્ચર્ય પમાડે છે. જોકે, પોલીસે અંતે કાયદસેરની કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો છે પરંતુ આ પ્રસંગે પોલીસને દોડતી કરી નાખી એમાં પણ બે મત નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.