ગુજરાતમાં ભૂમાફીયાઓ સામે સખ્ત પગલાં ભરી શકાય એ માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલી કરાયો છે, પરંતુ એ કાયદાનો દુરૂપયોગ થતો હોવા અંગે હાઇકોર્ટની ટીપ્પણી બાદ રાજ્ય સરકાર હવે કેટલીક જોગવાઇમાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. એમ કહેવાય છે કે આ અઠવાડિયે જ આ કાયદામાં સુધારો કરવા માટેનો વટહુકમ બહાર પાડવામાં આવશે.
યાદ રહે કે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કાયદામાં સુધારા કરવાની ખાતરી આપી હતી. એ હેઠળ હવે વટહુકમનો મુસદ્દો તૈયાર કરીને એ કાયદામાં તત્કાળ સુધારો કરવા માટેની તૈયારી શરૂ થઇ છે. હાઇકોર્ટે લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં કરેલી ટીપ્પણી હેઠળના તમામ મુદ્દાઓને આવરી લઇને રાજ્ય સરકાર કાયદામાં સુધારો કરવાની પ્રક્રિયા કરી રહી છે. મહદઅંશે આ અઠવાડિયે જ કેબિનેટની બેઠક બોલાવીને તેના પર મંજુરીની મહોર મારી દેવામાં આવશે.
આ સંભવિત સુધારા હેઠળ આદિવાસી સામે જમીન પેશકદમીનો દાવો ચાલુ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ધરપકડની કાર્યવાહી નહીં કરવી, ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં વન અધિકારી સહિતના અનેક કાયદા હેઠળ દાખલ થયેલા કેસોમાં પણ લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગુ કરવામાં આવ્યા હોવાનું પણ અદાલતના ધ્યાનમાં આવ્યું હતું.
લેન્ડ ગ્રેબીંદ એક્ટમાં કેટલીક જોગવાઇઓ પણ તેને સુસંગત ન હોવાથી રદ કરવાની પણ સંભાવના છે. વ્યક્તિગત વિવાદોના કેસો પણ આ કાયદા હેઠળ લેવાના દુરૂપયોગ કરવાના કેસ પણ થયા હોવાનું નોંધાયું છે. આ કારણે પોલીસ તથા વહીવટી તંત્રને લેન્ડ ગ્રેબીંગ કાયદાનો દુરૂપયોગ કરવાની તક મળે છે.
હાલની જોગવાઇ મુજબ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળનો ગુનો જિલ્લા કમિટીની ચકાસણી અને સ્વીકૃતિ પછી જ શક્ય બને છે. આ કારણથી જુદા જુદા જિલ્લાઓમાં સત્તાવાળાઓ કાયદાનું અર્થઘટન થતું હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે.આ કારણથી આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આ કાયદાનું અર્થઘટન એક સરખું થાય એની જોગવાઇ પણ કરવામાં આવશે. આ કાયદાનો ડર દેખાડીને લેવા માટે પોલીસ તથા વહીવટી તંત્ર નાણાં પડાવી લેવાનો કારસો પણ ઘડતા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે.
આખરે, આ કાયદાનો દુરૂપયોગ નહીં થાય એ માટે હવે સરકાર વટહુકમ દ્વારા કેટલાક સુધારાઓ કરશે એમ જાણવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.