વિશ્વના સૌથી મોટા ઉમિયાધામ મંદિરની જમીન વિવાદમાં આવી

અમદાવાદના જાશપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજ દ્વારા માતાજી ઉમિયાનું ભવ્ય મંદિર અને સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. પરંતુ હવે જ્યાં મંદિર અને સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે તે જમીનના મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે.અને જેમાં મૂળ અમેરિકામાં રહેતા બાબુભાઈ પટેલે વૈષ્ણોદેવી જાસપુર ખાતે આવેલી આ જમીન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટને વેચી હતી.

તેમાં આ જમીનના વેચાણ પેટે જે રકમમાં સોદો થયો હતો. તે પૈકી માંથી કેટલીક રકમ જમીન માલિક બાબુભાઈને ચૂકવવાની બાકી હતી.તેમજ જોકે મૂળ માલિક બાબુભાઈએ ટ્રસ્ટને જમીનનો કબજો આપી દીધો હતો. અને આ જમીન પર ખાતમુહ્રત્ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. બીજી બાજુ જમીનના મૂળ માલિક બાબુભાઈએ પોતાના બાકી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ ટ્રસ્ટના સંચાલકો બહાના કાઢતા હતા. અને નાણાં આપતા ન હતા.

જેમાં સૂત્રો જણાવે છે કે ટ્રસ્ટના કેટલાક આગેવાનોએ હવે પછી બાબુભાઈને તેમના બાકી પૈસા નહીં આપવા માટેનું મન બનાવ્યું હતું. જેના ભાગરૂપે એક શક્તિશાળી આઇપીએસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બાબુભાઈને બોલાવી ધમકાવ્યા હતા. અને હવે પછી કોઈ પૈસા નહીં મળે તેવી સ્પષ્ટતા કરી દેવાઈ હતી. ત્યારબાદ બાબુભાઈ પર દબાણ કરીને જમીનનો પાકો દસ્તાવેજ પણ કરી લેવાયો છે. એટલું જ નહીં રાજકોટના બિલ્ડરના આપઘાતના કેસમાં ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દિપક પટેલનું નામ આવી રહ્યું છે. તથા જમીન માલિક બાબુભાઈ ઉપર દબાણ લાવીને દસ્તાવેજ કરાવવામાં પણ દિપકની ભૂમિકા હોવાની ચર્ચા છે.અને તેમાં આશ્ચર્યની વાત એ છે કે દસ્તાવેજ થયા બાદ બાબુભાઈનું જાહેરમાં સન્માન કરીને મામલો થાળે પાડી દેવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.